પંચમ ગ્રુપ વડોદરા તરફ થી આશરે 2700 અબોલ પશુઓ ને એક દિવસ નુ લીલી જુવાર નુ ભોજન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં પંચમ ગ્રુપ વડોદરા તરફ થી ચૈત્ર વદ અગિયારસ રવિવાર તારીખ 16/ 4 /2023 ના રોજ રૂ.1.05000 (એક લાખ પાંચ હજારનું અનુદાન) કરેલ છે હર હંમેશ અબોલ પશુઓ પ્રત્યે જેમની લાગણી દયા પ્રેમ જોડાયેલા છે એવા માતૃશ્રી ઝબુબેન તથા પિતાશ્રી રતનશીભાઈ ના સુપુત્રો જીવદયા પ્રેમી શ્રી માન મોહનભાઈ આર. પ્રજાપતિ તથા શ્રી માન લક્ષ્મણભાઈ આર. પ્રજાપતિ તથા શ્રીમાન નરોત્તમભાઈ આર. પ્રજાપતિ તરફથી 2700 પશુઓને એક દિવસનું લીલી જુવારનું ભોજન 1500 મણ (રૂ. 70 ભાવ) પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે. દર મહિને જેઓ અમાસ ના દિવસે 15000/ તો ઘાસચારા માં આપેજ છે અને અબોલ પશુઓ માટે બીજા તરફ થી પણ દાન નો પ્રવાહ સતત વહેતો રાખતા મોહનભાઇ નો સંસ્થા હૃદય પૂર્વક આભાર માને છે.ઠાકર વિહળાનાથ ની કૃપા આપના પરિવાર પર સદાય વરસતી રહે તેવી પ્રાર્થના સેવાકીય ભાઈ ઓ ને ખૂબ ખૂબ અભિનંદન. જય ગાય માતા…
અહેવાલ કનુભાઈ ખાચર