બાંભરોલીયા પરિવાર દ્વારા રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચમાં દેહદાન તેમજ કોર્નીયલ અંધત્વ મૃતક અભિયાનમાં ચક્ષુદાન
રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ લાયસન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ સમક્ષ સુરતના પ્રયત્નો થી સૌરાષ્ટ્ર, પટેલ સમાજ,માં ચક્ષુદાન, અને અંગદાન માટે ખૂબ જ જાગૃતિ આવી છે.
ડો. પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે પરમાત્માએ આપેલો અનમોલ દેહ પંચમહાભુત માં મળે તેના કરતાં દેહના અંગો કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને કામ લાગે અથવા તો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંતરિક રચના શિખવા માં કામ આવે તે ખૂબ જ જરૂરી છે
મૂળ વતન કમળાપુર તાલુકા જસદણ જીલ્લો રાજકોટના વતની હાલ યોગીચોક. વ્રજ દરશન રેસીડનસી માં રહેતા નલીનભાઈ બાંંજારોલીયા ના પિતાશ્રી કચરાભાઈ અંબાભાઈ બાંભકોલીયા ઉમર 76 નું અવસાન થતા બાંભરોલીયા પરિવારના વડીલ માતૃશ્રી ચતુરાબેન , પુત્ર નલીનભાઈ પુત્રી ચંદ્રિકાબેન રમેશભાઈ સખીયા , પુત્રી ગીતાબેન હરેશભાઈ પાધરા, પુત્રી હેમીબેન રાજેશભાઈ ઢોલકીયા , પુત્રી દયાબેન અજયભાઈ માંડાણી
ભાઈ બટુકભાઈ , વિનુભાઈ, મનસુખભાઈ, લખન ભાઈ સૌ કોઈની હાજરીમાં વ્યારા મેડિકલ કોલેજમાં સમાજના અગ્રણીઓને અર્પણ કરવામાં આવ્યો
ન લીન ભાઈએ જનાવ્યુ હતું કે ડો. પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા 30 વર્ષથી સમાજમાં જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે મારા પિતાશ્રીને મેં દેહરદાન માટે વાત કરી તો તેવો એ જણાવ્યું કે આ દેહ માંથી પ્રાણ નીકળી ગયા પછી આ દેહ કોઈ કામનો નથી. આ નશ્વર દેહમાં કોઈ અભ્યાસ કરે તો તે ઉત્તમ છે મરા પિતાશ્રીનું અવસાન થતા ડો. શિરોયાસાહેબનો સંપર્ક કરી દેહદાન માટેની ઈચ્છા વિયકત કરતા તેમના દ્વારા દેહદાન તેમજ ચક્ષુદાન સ્વીકારવામાં આવેલ.
અમારા પરિવાર દ્વારા બારમાં ની વિધિમાં પણ રેડ ક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમનું આયોજન કરવામાં આવેલ જેમાં ડો. હરિકૃષ્ણ શિરોયા અને ડો. અનમોલ અમીપરા દ્વારા સેવા આપવામાં આવેલ જેમાં અમારા પરિવારમાંથી 25 વ્યક્તિઓએ રક્તદાન પણ કરેલ હતું.