સ્વ. મોરારજીભાઈ દેસાઈ પુણ્યતિથિ નિમિત્તે હોમગાડઁઝ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી
જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ સુરત શહેર ડો. પ્રફુલ વી શિરોયા સાહેબ ના હસ્તે આપણા ભારત દેશ ના ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ની પ્રતિમા ને સુતરની આંટી તથા પુષ્પ અર્પણ કરી તેમની પુણ્યતિથિ મનાવવામાં આવેલ હોય તેમજ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ સુરત શહેર ડો. પ્રફુલ વી શિરોયા દ્વારા સ્વ. મોરારજીભાઈ દેસાઈ જે આપણા ગૃહ રક્ષક દળના સંસ્થાના સ્થાપક હોય તથા ડો. પ્રફુલ શિરોયા દ્વારા તેમના જ્યારે આવા ભારત રત્ન ની માહિતી આપી તે પહેલા ભારત માતાકી જય વંદે માતરમ્ ના જય ઘોષ સાથે તેમની આગવી શૈલીમાં મોરારજી દેસાઈ માટે જણાવ્યું કે એવા કેટલા મહાન લોકો હોય છે જેમની કમનસીબી સમગ્ર રાષ્ટ્રની કમનસીબી બની રહી જતી હોય છે મોરારજી દેસાઈ જેવા ખમતીધર અને ખમીરવંતા માંડ જોવા મળતા હોય છે ડો. શિરોયા એવું પણ જણાવાયું કે. મોરારજીભાઈ ની સાદગી, સદગુણો,મૂલ્યનિષ્ઠા,નૈતિકતા ઉપરાંત તેમના સુશાસનના કૌશલ્યની ચર્ચા પણ ઘણી સાંભળેલી હતી મોરારજીભાઈ વિશે તો ઘણું બધું જાણવાનું છે પણ છેવટે હું એક જ વાત કહીશ કે મોરારજીભાઈ ન્યાયપ્રિયતા અને નક્કર નિર્ણયો માટે પણ જાણીતા હતા. વધુ હું કંઈ ન કહેતા હું આશા રાખું છું કે તેમના વિચારોને તેમના સદગુણોને તમારા જીવનમાં તમારી જીવન જીવવાની શૈલીમાં ઉપયોગ કરો એ જ મારી અભ્યર્થના સાથે મારી વાણી ને હું પૂર્ણ વિરામ આપું છું ભારત માતાકી જય. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવ ઠાકર સુરત જિલ્લા હોમગાર્ડઝ તથા સ્ટાફ ઓફિસર તાલીમ હોમગાર્ડઝ *મેહુલ કે મોદી*. હાજર રહ્યા હોય , વરાછા ઓસી વી આર રામ , રાંદેર યુનિટના સિ. પ્લાટુન કમાન્ડર સંજય પાનવાલા તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું હતું.