સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા જન સંપર્ક સ્વાદ અને દાદરા નગર હવેલી જોડો યાત્રાની કરાયેલી શરૂઆત
આજ થી જનસંપર્ક,સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદયાત્રા ની શરૂઆત કરવામાં આવી. ૫.૩૦ કલાકે બાવીસા ફલીયા આદિવાસી સમુદાય નું આરાધ્ય બરમદેવ દાદા, કંણસેરી માતા ના આશિર્વાદ લીધા તયાર બાદ,જન નાયક બિરસા મુંડા ચૌક(કિલવની નાકા) પર બિરસા ને પુકારા હૈ.. ઉલ ગુલાન… ઉલ ગુલાન, જોર જુલમ કી ટક્કર મેં…સંધર્ષ હમારા નારા હૈ…લડેગે…..જીતેગે…આવાજ દો..હમ એક હૈ… નો નારા સાથે ભગવાન બિરસા મુંડા ના હાર ચડાવી..ફટાકડા ફોળી યાત્રા નું શરૂઆત કરી તૈયાર બાદ ગલોંડા પંચાયત ના અથોલા ગામે,તુરી ફળીયા પહોંચી ત્યા વિર પુરુષો ના હાર પહેરવામાં આવી,સામુહીક ધરતી વંદના ગીત ગાવા માં આવ્યુ, ત્યાર બાદ ગામ વાસીયો એ યાત્રા માં જોડાયેલા સાથીઓ નુ ફુલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.યાત્રા બાબતે ચર્ચા કરવામાં આવી. ઢોલ,તુર અને તારાપા તાલ સાથે સ્વયમ સેવકો અને મારા સંધર્ષ ના સાથીઓ સાથે વાજીંત્રો પર સંસ્કૃતિ મુજબ નાચવાનું પણ થયું કારણ કે લડાઈ લાંબી છે તો ગીત પણ ગાવું પડે અને નાચતા-નાચતા સંધર્ષ કરવો પડશે કારણ કે આ યાત્રા આવતી ૧૪ એપ્રિલ ૨૦૨૪ માં સમાપન થશે.ત્યાર બાદ યાત્રા ને વિરામ આપવામાં આવ્યો,અને હવે આ યાત્રા સિડયુલ મુજબ ડોર ટુ ડોર પ્રચાર માં શરૂઆત થશે. આજની આ યાત્રામાં મારા મિત્ર અને દમન-દિવ ના નેતા ભાઈ ઉમેશ પટેલ જનસંપર્ક,સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદ યાત્રા ના સમર્થન માં વિશેષ હાજરી આપી હતી. આદિવાસી એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ,સંયોજક,અધ્યક્ષ મડલ ના સદસ્યો,પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા વિગ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા વિંગ,સ્ટુડન્ટ વિગ ના અધ્યક્ષ,નગર પાલિકા અધ્યક્ષ, ૨૦ પંચાયત અને નગર પાલિકા વિસ્તાર પદાધિકારીઓ, મુખ્ય સ્વયમ સેવક અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં