વડોદરા
નારાયણ સરોવર ચાણસદ નું થયું લોકાર્પણ..
પ્રમુખ સ્વામિ પ્રાગટ્ય ભૂમિ ચાણસદ અલૌકિક અને દિવ્ય ધન્યતાની અનુભૂતિ કરાવે છે: મુખ્યમંત્રીશ્રી
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજશ્રી એ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર અને પ્રસાર કરી સનાતન ધર્મ ની ખ્યાતિ વધારી છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ તેમની પ્રાગટ્ય ભૂમિ છે.
તેમના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે ના, તેઓના બાલ્યાવસ્થા તથા શૈશવ કાળનાં અઢાર વર્ષ ના જળ ક્રીડા સહિતના સંસ્મરણો ને સાડા આઠ દાયકા થી જીવંત રાખતા પ્રાસાદિક સરોવર નો રાજ્ય સરકાર શ્રી ના ગુજરાત પ્રવાસન નિગમ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી બીએપીએસ સંસ્થા દ્વારા સંયુક્ત પ્રયાસોથી કાયાકલ્પ કરવામાં આવ્યો હતો.
તેનું આજરોજ તારીખ ૯ એપ્રિલ રવિવારના રોજ સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી તથા પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા ની નૈરૂતય દિશા માં આવેલ ચાણસદ ગામમાં એક શતાબ્દી પહેલા પ્રગટ થયેલા શાંતિલાલે ગુરુ ના એક પત્ર રૂપી આજ્ઞા ને શિરોમાન્ય ગણી સાડા આઠ દાયકા પહેલાં વસુધૈવ કુટુંબ કમ ને ચરિતાર્થ કરવા માટે કુટુંબ તથા ગામ નો ત્યાગ કર્યો તે પહેલાં ના તેઓના જલ ક્રીડા ના સંસ્મરણો સંગ્રહીત કરી રહેલા બે લાખ ચોરસ ફૂટ માં ફેલાયેલા આ નારાયણ સરોવર ની એક કિલોમીટર લાંબી પરિક્રમા માં એક સો ચોરસ ફૂટ ની એક એવી અઢાર ઘુમટી ઓ બાળ શાંતિલાલ ના અઢાર વર્ષ ના ચાણસદ ના નિવાસ ના પ્રતિક રૂપે શાસ્ત્રોક્ત ગુરૂ મહિમા વર્ણવતા ભજનો/ સાખીઓ ની સુરાવલી સહ પશ્ચાત માં રંગબેરંગી રોશનીથી ઝળહળતા જળ પ્રપાત ( water curtain) સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
તદુપરાંત સરોવર ની અંદર અલગ અલગ સાત સ્થળોએ ધ્વનિ ના આરોહ અવરોહ સાથે જળ પ્રપાત ના વધઘટ ના સમન્વય જાળવતા સંગીતમય ફુવારાઓ ધ્યાનાકર્ષક જણાય છે. સરોવર ની પશ્ચિમ કિનારે મહિલા ઓ અને પુરુષો માટે ના બે અલાયદા ત્રણ હજાર ચોરસ ફૂટ ક્ષેત્રફળ ના સ્નાન ધાટ માં ના સરોવર તરફની બાજુ ના પારદર્શક કાચ ના કારણે સ્નાન ધાટ અને સરોવર ના પાણી નું સ્તર એક સરખું હોવાના કારણે વિક્સિત દેશો ની માફક infinity pool ની અનુભૂતિ કરાવશે. બે સ્નાન ઘાટ વચ્ચેની ચાર હજાર ચોરસ ફૂટ જગ્યા એટલે પ્રમુખ સ્વામી મહારાજ ની *બીજા ના ભલા મા ભલું પોતાનું* ની જીવન ભાવના ને અંજલી આપી ભક્ત જનો *સ્વ* માટે નહીં પણ *પર* માટે સંકલ્પ પ્રાર્થના કરી શકે તેવી જગ્યા.
તદુપરાત, બાળકો ના આનંદ માટે પાંચ હજાર ચોરસ ફૂટ માં વિસ્તરેલું શાંતિ ક્રીડાંગણ પણ આકર્ષક નું કેન્દ્ર છે. ચાણસદ માં પ્રવેશવા ના મુખ્ય માર્ગ થી દ્રશ્ય માન થતાં પ્રમુખસ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન માં જવા માટે ફરી ને જતા દર્શનાર્થીઓ માટે સરોવર માં જ નિર્માણ કરેલ સારંગ દ્વાર થી પ્રાગટ્ય સ્થાન સુધી નો ચારસો ફુટ જેટલો લાંબો પ્રમુખ સેતુ ભક્તજનો ને આલ્હાદક અનુભૂતિ કરાવશે. સંધ્યા સમયે પ્રાગટ્ય સ્થાન ની મહા આરતી અને ત્યાર બાદ રોશનીથી ઝળહળતું સમગ્ર પરિસર દિવ્ય અને ભવ્ય નિહાળવા માટે દર્શનાર્થીઓ હંમેશા આકર્ષિત રહેશે. પ્રમુખસ્વામી મહારાજ ના જીવન ની ઝાંખી કરાવતી ફિલ્મ નિહાળવા માટે વિડિયો થીયેટર, ચિત્ર પ્રદર્શની જેવા અનેકવિધ અતિ આધુનિક ટેકનોલોજી સહ ના આયામો દ્વારા ભાવિકો મંત્ર મુગ્ધ થઈ જાય તેવા આ પ્રસાદીક નારાયણ સરોવર આજ થી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી એ સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતા ને ઉજાગર કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું પણ જણાવાયું હતું. પ્રાસંગિક ઉદબોધન દરમિયાન પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી જી એ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યા હતા તથા આજ ના આ લોકાર્પણ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી નો સંસ્થા વતી આભાર પણ માન્યો હતો. પૂજ્ય સદગુરુ સંતો એ પણ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું.
આ શુભ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, વિધાનસભા ના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, પાદરા ના ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલા ઉપરાંત શહેર/ જીલ્લા ના મહાનુભાવો ઉપરાંત સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી તથા અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી સહ પૂજ્ય સંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.