આરોગ્ય સંસ્થા ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૦૨૩ના તેમના આ વર્ષના સૂત્ર આપણી પૃથ્વી, આપણું સ્વસ્થ્ય” ની સાર્થકતા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી- ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી માટે એક અનોખી પહેલ કરવામાં આવેલ.
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી- ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ, આરોગ્ય જાગૃતિ માટે પ્રદર્શન, રક્તદાન શિબિર સહિત વિવિધ સેમિનારો નું આયોજન કરીને વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી માટે એક સપ્તાહ આવા વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવશે. જેના ભાગ રૂપે ગત તા. ૦૭/૦૪/૨૩ના રોજ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ એચ-૩ પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૮ર જેટલા લોકોના આરોગ્યની તપાસા કરવામાં આવેલ તેમજ જરૂરિયાત મુજબ ની દવાઓ ફ્રી માં આપવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે હિરેનભાઈ ગજેરા, રાજકિશોરભાઇ બહેરા તથા ઈશ્વરભાઈ બહેરા એ સાહિયોગ પૂરો પડેલ,
તેમજ તા. ૦૭/૦૪/૨૩ના રોજ બપોર પછી જય શ્રી બાલાજી દાદા યુવક મંડળ નાના સમઢીયાળા ગામના સહીયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. દરમ્યાન નેત્રદાન, અંગદાન અંગે જાગૃત કરવામાં આવેલ તથા સંસ્થાન પ્રમુખ ડો. પ્રફુલભાઇ શિરોયા દ્વારા કોર્નિયા અંધત્વ મુક્ત ભારત અભિયાનમાં લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવેલ.
તથા તા. ૦૮/૦૪/૨૩ના રોજ ડોલ્ફિન પ્રા.લી. ના યોગેશભાઈ માંડાણી, હાર્દિકભાઇ સોરઠિયા તથા ભગીરથભાઈ સોરઠિયાના સહિયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આવીજ રીતે એક સપ્તાહ સુધી લગાતાર દરરોજ શહેરના વિવિધ વિતરોમાં નેત્રદાન, અંગદાન અંગે જાગૃતી કાર્યક્રમો, આરોગ્ય કેમ્પ, આરોગ્ય જાગૃતિ માટે પ્રદર્શન, રક્તદાન શિબિર નું આયોજન કરવાનું પ્લાનિંગ રેડક્રોસ સોસાયટી- ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં તેમના આ વર્ષના સૂત્ર “આપણી પૃથ્વી, આપણું સ્વસ્થ્ય” ની સાર્થકતા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી- ચોર્યાસી તાલુકા બ્રાન્ચ, લાઇન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, સક્ષમ-સુરત ના પ્રમુખ ડો. પ્રફુલભાઇ શિરોયા દ્વારા જણાવવામાં આવેલ કે, લોકોમાં આરોગ્ય અંગે જાગૃતતા આવે તે હેતુ થી શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થા દ્વારા ૭૫ આરોગ્ય ને લગતા સેમિનારો કરવામાં આવેશે.