મહાન પર્વ મહાવીર જયંતી પ્રસંગે બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા જૈન સમાજ દ્વારા સન્માનિત કરાયા
બોટાદ શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે બોટાદ શહેરમાં અનેક જગ્યાએ વાંજતે ગાજતે વરઘોડો કાઢી સ્વામી વાત્સલ્ય નું આયોજન કરાયું હતું
ત્યારબાદ જૈન આચાર્ય મહારાજ સાહેબ દ્વારા બહુમુખી પ્રતિમા ધરાવતા ,ર૪, ઉપરાંત સામાજિક ધાર્મિક સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની ગૌરક્ષા ની શુભ કામગીરી થી પ્રભાવિત થઈ બોટાદ ના જૈન આચાર્ય શ્રી નયપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા લબ્ધીસુરીશ્વર જી મહારાજ તથા ગચ્છાધિપતિ મહારાજ તથા શ્રી કુલચંદ્ર મહારાજ સાહેબ (કે.સી.) તથા મુનિ શ્રી જીનદર્શન વિજય મહારાજ સાહેબ તથા સાથે ઉપસ્થિત જૈન સમાજના અગ્રણી દલસુખભાઈ અમદાવાદી તથા સચીનભાઈ બગડીયા તથા વિપુલભાઈ બગડીયા તથા કમલેશભાઈ ચીકાણી વિગેરે સામતભાઇ જેબલિયા ને આશીર્વાદ આપી શુભકામના પાઠવેલ