શ્રીલોયાધામમાં શ્રીહનુમાજીમહારાજના
પ્રતિદિન જપાત્મક યજ્ઞની નૂતન શરૂઆત :
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામને આંગણે શ્રીહનુમાન જયંતી ઉપક્રમે સદગુરૂ મોટા યોગાનંદ સ્વામીના પઘરાવેલ મહાપ્રતાપી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે પૂજયપાદ ગુરુજી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી પ્રતિદિન જપાત્મક યજ્ઞનુ આયોજન રાખેલ છે. આ પ્રસંગે આજુબાજુના ગામના ભક્તો સવારે અને સાંજે બે બે કલાક યજ્ઞમાં આહૂતિ આપીને ધન્યાતા અનુભવે છે.મહાપ્રતાપી કષ્ટભંજન દેવ ભક્તોના દુ:ખને, દરીદ્રતાને અને ભૂતપ્રેતથી પીડાને દૂર કરે એવં આધી, વ્યાધી અને ઉપાધીની નિવૃત્તિ થાય તથા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એ પ્રાર્થના સહ લોયાધામમાં આ જપાત્મક યજ્ઞનું નૂતન સોપાન ખૂબ જ પ્રસંશનીય છે એવં આજુબાજુના ગામના ભકતોને લાભ લેવા જેવું છે. ભક્તોને આ જપાત્મક યજ્ઞનો લાભ પ્રાપ્ત કરવા માટે લોયાધામ મંદિરમાં સંપર્ક કરી શકે છે.
અહેવાલ કનુભાઈ ખાચર