શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સુરત જિલ્લા હોમગાર્ડઝ અને સક્ષમ સુરત દ્વારા દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પમાં 332 લાભાર્થીઓએ લાભ લીધો. આજરોજ સુરતમાં વરાછા ખાતે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ, સુરત જિલ્લા હોમગાર્ડઝ અને સક્ષમ સુરત દ્વારા ન્યુ સિવિલ હોસ્પિટલના સહયોગથી દિવ્યાંગોને મેડિકલ સર્ટિફિકેટ વિતરણ કરવા માટે કેમ્પનું આયોજન વરાછા રોડ પર કરવામાં આવેલ હતું. જેમાં 332 જેટલા લાભાર્થીને ઓર્થોપેડિક, જનરલ ફિઝિશિયન, સાઈકીયાટ્રીસ્ટઓએ તેઓને નવા મેડિકલ સર્ટિફિકેટ આપવા ,જુના સર્ટિફિકેટમાં સુધારા કરી આપવા, બસ પાસ ,રેલવે પાસ, યુડીઆઈડી કાર્ડ ,સમાજ સુરક્ષા દ્વારા મળતી સહાયના ફોર્મ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ઉપસ્થિત તબીબો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સરકારશ્રી તરફથી દિવ્યાંગોને મળતી સહાય અને જો કોઈ મુશ્કેલી પડતી હોય તે માટેની જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
હોમગાર્ડઝ કમાંડન્ટ, સક્ષમ ગુજરાતના સહસંયોજક અને રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ નિષ્કામ સેવા કરતી હોમગાર્ડ સંસ્થા, સક્ષમ (સમદ્રષ્ટિ સમતાવિકાસ એવમ અનુસંધાન મંડળ )કેજે દિવ્યાંગ માટે કામ કરતા સંગઠન તેમજ રેડ ક્રોસ કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વૈચ્છિક સેવા કરતી સંસ્થાની માહિતી આપી હતી.હરેકૃષ્ણ એક્સપોર્ટ ઉદ્યોગકાર શ્રી હિંમતભાઈ ધોળકિયાએ દિવ્યાંગ લોકોને કોઈપણ જરૂરિયાત હોય તો સહયોગ આપવાની ખાતરી આપી હતી.લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયાએ આયોજકોને અભિનંદન પાઠવી થેલેસેમિયામાં મેજર બાળકોને બ્લડ બેન્કમાં મળતી સુવિધા વિશે જાણકારી આપી હતી.પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયાએ પણ આ કેમ્પની મુલાકાત લઈને દિવ્યાંગ બેનોને પડતી મુશ્કેલીની ચર્ચા કરીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. રોટરી ક્લબ ઉધનાના પ્રમુખ ચેતનભાઇ જરીવાલા,પૂર્વ પ્રમુખ મનીષભાઈ તેમજ નિરાલીબેન નાયકે દિવ્યાંગ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. સુરત વરાછા હોમગાર્ડ ઓફિસર કમાન્ડીગ વીઆર રામ, એસ.પી.સી. વિજય રાઠોડ તેમજ એન.સી.ઓ કમલેશ રાબડીયા, હરેશ મેઘાણી તેમજ હોમગાર્ડ મિત્રો દ્વારા દિવ્યાંગોની અગવડતા ન પડે તે માટે લેવા મુકવા તેમજ સ્થળ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાંન્દેર ઓસી રાકેશભાઈ ઠકર , એસપીસી સંજય પાનવાલા, એડવોકેટ નોટરી કિશોરભાઈ સોજીત્રા, માવતર ચેરીટેબલ ટ્રસ્ટના વજુભાઈ સુહાગીયા, યુથ રેડક્રોસના ડોક્ટર ભાવિનભાઈ શિરોયા ,લોક દ્રષ્ટિ એચઆઈવી પ્રોજેક્ટ ના હિરેનભાઈ ગજેરા, ડોક્ટર રાજ કિશોર બહેરા ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ માંગુકિયા,અશોકભાઈ કાછડીયા,શૈલેષભાઈ રાખોલીયા,પરેશભાઈ ભંડેરી, કલ્પેશભાઈ બાલધા, રાજેશભાઈ કોયાણીએ જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો. ડો પ્રફુલ્લ શિરોયા અને શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ ના પ્રયત્નો થી ૩૩૨ લાભાર્થીઓ ને લાભ થયો હતો
કાયંક્રમ નું સંચાલન સેકંન્ડ કમાંનડંટ પ્રણવ ઠકર અને ડી ઝોન ઓસી જયંન્તીભાઈ દવે એ કયું હતું