બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી માં બોટાદ જિલ્લો બન્યો ત્યાર થી લઇ આજ સુધી માં માલધારી તરીકે ભરવાડ સમાજને અન્યાય કરવામાં આવ્યો છે ત્યાં જિલ્લા નું નવું સંગઠનની રચના બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમાં નવા હોદેદારો પાસે પણ ભારતીય જનતા પાર્ટી ના પહેલી થી જ ત્રણ ત્રણ હોદા છે ત્યારે માલધારી તરીકે ભરવાડ સમાજના એક પણ પ્રતિનિધિ તરીકે મુખ્ય સંગઠન માં સ્થાન આપવામાં આવ્યું નથી શા કારણે ભરવાડ સમાજને અન્યાય કરવામાં આવે છે
કે પટેલ સમાજમાં લેઊવા તેમજ કડવા પટેલ સમાજનું સમાવેશ થયેલ છે ત્યાં માલધારી તરીકે ભરવાડ સમાજનો કેમ સમાવેશ નહીં શા કારણે માલધારી તરીકે ભરવાડ સમાજ ની બાદબાકી? સમગ્ર બોટાદ જિલ્લામાં ત્રિજા ક્રમે મતદાન માં ભરવાડ સમાજનું સ્થાન છે તો શા માટે ભરવાડ સમાજને મુખ્ય સંગઠન માં આજ સુધી માં ક્યાંય સ્થાન નથી આપવામાં આવ્યું તો શું ભારતીય જનતા પાર્ટી ભરવાડ સમાજ નો માત્ર ઉપયોગ જ કરે છે શા માટે? વર્ષો થી ભરવાડ સમાજ ભાજપ સાથે જોડાયેલો છે તો એની સાથે કેમ આવી અવગણ કરવામાં આવે છે???