ચંદરવા ગામે ખાચર પરિવાર ને ત્યાં સંતો ની પધરામણી
રાણપુર તાલુકાના ચંદરવા ખાતે સ્વ.શ્રી વિસુભાઈ ટપુભાઈ ખાચરની 18મી પુણ્યતિથિ નિમિતે શ્રી પ્રતાપભાઈ તથા જયરાજભાઇ વિસુભાઇના નિવાસસ્થાને લોયાધામ ખાતેથી પરમ વંદનીય શ્રી સરજુ વલ્લભસ્વામી, અદભુત સ્વામી તથા મોક્ષ સ્વામી પધારી ભક્તજનોને સત્સંગનું રસપાન કરાવેલ તેમજ વ્યસનમુક્તિ અંગે આહવાન કરતા સભામાં પધારેલ ભાઈ શ્રી હરેશભાઈ દનકુભાઈ ખાચરે માવા મસાલા છોડવાનો સંકલ્પ કરેલ છે.
આમ, લોયાધામ ખાતેથી પધારેલ સંતોએ સત્સંગ સાથે વધુ જોડાવવા અને ઘરસભા કરાવવા આહવાન કરેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર