ભાવનગર SOG એ ૧કિલો ગાંજા સાથે ઇસમની કરી ધરપકડ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડ તથા પો.સ.ઇ. શ્રી આર.બી.વાધિયા નાઓના માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી.પોલીસને મળેલ ખાનગી બાતમી મળી હતી એક ઈસમ ભાવનગરના ઋતુરાજ કોમ્પલેક્ષ માં એક ઈસમ ગાંજાનો વેપાર કરે છે.
જે બાતમીના આધારે ભાવનગર sog પોલીસે રેડ કરતા ભાવનગર રૂતુરાજ કોમ્પલેક્ષ ક્રેસન્ટ-હલુરીયા રોડ ભાવનગર પાસે એન.ડી.પી.એસ. અંગે રેઇડ કરતા એક ઇસમના કબ્જા માંથી સુકો ગાંજો વજન ૧ કિલો ૩૭૦ ગ્રામ કિ.રૂ.૧૩૭૦૦, તથા મોબાઇલ ફોન ૦૨ કિં.રૂ.૨૫૦૦, આધારકાર્ડ સહીત કુલ કિ.રૂ ૧૬૨૦૦નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ.
આ અંગે તેમની સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના પો.સ.ઇ. શ્રી આર.બી.વાધિયા નાઓએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
આરોપીઓ : –
રવિ ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા ઉ.વ.૩૨ રહે. સાંઇઠ ફળી ચોક હિરાભાઇ ભજીયાવાળાના બિલ્ડીંગ કરચલીયાપરા ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.બી.ભરવાડ સાહેબ
પો.સબઇન્સ. શ્રી આર.બી.વાધિયા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. મિનાઝભાઈ ગોરી,વિશ્વજીતસિંહ ઝાલા રાઘવેન્દ્રસિંહ ગોહીલ, પાર્થભાઇ પટેલ, મુકેશભાઇ પરમાર, નિલમબેન પટેલ તથા ડ્રા પો.કોન્સ ભગીરથસિંહ રાણા