વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લા ના ભાજપ ના અગ્રણી તેમજ અમરડેરી ના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયા દર્શને.
સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લા ના ભાજપ ના અગ્રણી તેમજ અમરડેરી ના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયા
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ લેવા આવેલ હતા તેમજ જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા ની શુભેરછા મુલાકાત લીધેલ હતી…
શ્રી બણકલ ગૌશાળા મા ગાય માતા ના ઉછેર એમની જાળવણી તેમજ વ્યવસ્થા અને ચોખાઈ જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો…
ત્યારબાદ વિહળ વાટિકા અને કૈલાશ બંગલો ની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ લીધેલ…
શ્રી અશ્વિનભાઇ સાવલિયા દ્વારા ખુબ રાજીપા સાથે જગ્યા ની દિવ્યતા સુંદરતા ભવ્યતા અને અધ્યાત્મિકતા નો જબરો અનુભવ કહી ખુબ પ્રભાવિત થઇ અને વિદાય લીધેલ
અહેવાલ કનુભાઈ ખાચર