બરવાળા માં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ડ્રાઇવર શ્રી બળદેવભાઇ ચકોરીયા અને કંડક્ટરશ્રી પાંચાભાઇ માથુકીયાનું સન્માન
બોટાદ
આજ રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બરવાળા ડેપો મેનેજરશ્રી રામદેવસિંહ ગોહિલ અને સૈયદ સાહેબ તેમજ એસ.ટી. સ્ટાફની હાજરીમાં બોટાદ – અમદાવાદ બસના બરવાળા ડેપોના ડ્રાઇવર શ્રી બળદેવભાઇ ચકોરીયા અને કંડક્ટરશ્રી પાંચાભાઇ માથુકીયાનું સન્માન તેઓની સમયબદ્ધતા, યાત્રીઓ સાથે હંમેશા સારા વ્યવહાર અને સચોટ માર્ગદર્શન આપતા હોઈ તેના સાક્ષી એવા બસમાં અપડાઉન કરતાં કર્મચારી મિત્રો શ્રી પ્રતાપભાઇ વી. ખાચર ( ચંદરવા), શ્રી અરવિંદભાઇ જોષી બોટાદ, અને ડૉ.શ્રી સંજયભાઈ રામદેવ બરવાળા તેમજ યાત્રીગણે ફુલમાળા પહેરાવી કરેલ અને તેઓનો વધાવી આ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર