વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોટાદ દ્વારા. 23 માર્ચ બલિદાન દિવસ વંદે માતરમ સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ સમરસતાના ભાવ સાથે ઉજવવામાં આવેલ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોટાદ દ્વારા. 23 માર્ચ બલિદાન દિવસ વંદે માતરમ સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ સમરસતાના ભાવ સાથે. ઉજવવામાં આવેલ આ કાર્યક્રમમાં બોટાદની વિવિધ સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવેલ. તેમજ વીર શહિદ ના પરિવારજનો અને માજી સૈનિકો નુ સન્માન કરવામાં આવેલ હતું. 23 માર્ચ બલિદાન દિવસ.કાર્યક્રમમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ ગીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોટાદ જિલ્લા અને પ્રખંડ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવેલ હતી.
અહેવાલ કનુભાઈ ખાચર