રાજકોટ
શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે ધો -8-10અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો
આજ રોજ શાળામાં બોર્ડની પરીક્ષા પૂર્વે વિધાર્થીઓને શુભેચ્છા અને માર્ગદર્શનના હેતુથી શાળામાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂજ્ય નિર્મળ સ્વામીજી અને અન્ય સંતો હાજર રહ્યા હતાં. સ્વામીજીએ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શાળામાં થયેલ વર્ષ દરમિયાનની પ્રવુતિમાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં અને અંતમાં વિદ્યાર્થીઓએ તેમના અનુભવો રજુ કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા સ્ટાફ મિત્રો સહયોગી થયાં હતાં.
અહેવાલ કનુભાઈ ખાચર