🚩શ્રી જાનકી વલ્લભો વિજયતે 🚩
- સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવુ ‘પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ ના છઠ્ઠા પ્રાગટ્ય દિવસે ભવ્ય રામ યજ્ઞ તેમજ વિહળ ઇન્ટરનેશનલ સ્કુલ નો વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…
સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવુ *પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના ગાદી ના ઉતરાધિકારી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ અને પૂજ્ય શ્રી ગાયત્રીબા ના પુત્ર તેમજ પૂજ્ય શ્રી દિયાબા ના લાડલા ભાઈ એવા પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ ના તા.૧૪/૩/૨૦૨૩ ના રોજ છઠ્ઠા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ…
સવાર મા જગ્યાની યજ્ઞ શાળા ખાતે સાંદીપમુનિ આશ્રમ ના વિદ્વાન બ્રાહ્મણકુમારો દ્વારા રામ-યજ્ઞ કરવામાં આવેલ હતો…
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ નો પણ સાથે વાર્ષિકોત્સવ ની સ્કુલ ના બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવેલ હતો…નવનિર્મિત સભાખંડ ના દાતા વડોદરા ના વિહળ સેવક પરીવાર ના મનોજભાઈ ભીમાણી અને એમના પરીવાર દ્વારા ધજા નું પૂજનવિધી કરી અને ધજા ચડાવવા મા આવેલ હતી…
નવનિર્મિત યજ્ઞશાળા ના દાતા વડોદરા વિહળ સેવક પરીવાર ના મોકાણી મોહનભાઇ , લક્ષ્મણભાઈ , નરોત્તમભાઈ પંચમગ્રુપ રામયજ્ઞ નું યજમાન બનેલ હતા…
શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કુલ ના ટ્રસ્ટી અરવિંદભાઈ ચાંદપરા અને મેનેજમેન્ટ વિભાગ ના ભાવેશભાઈ પટેલ તેમજ સ્કુલ સ્ટાફ દ્વારા ખુબજ સરસ બાળકો ને તૈયારી કરાવી ઉત્સાહ પૂર્વક કૃતિઓ અને નંબર આવેલ વિધાર્થીઓ ને ઇનામ અને સન્માનિત કરવામા આવેલ હતા…
પૂજ્ય બાળઠાકર પૃથ્વીરાજ બાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર નું અભિવાદન વિહળ પરીવાર સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ તેમજ આશીર્વાદ લેવામા આવેલ હતા…
પૂજ્ય શ્રી નિર્મળાબા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા , પૂજ્ય શ્રી દિયાબા સહિત ઠાકર પરીવાર તેમજ કાતર દાદાબાપુ પરીવાર દ્વારા સાદગી અને સનાતન સંસ્કૃતિ મુજબ જન્મદિવસ ની ઉજવણી કરવામા આવેલ…
પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના જન્મ દિવસ નિમિતે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના વિધાર્થીઓ ને બેગ અને પેઇન્ટિંગ બુક પુરસ્કાર રૂપે આપવામા આવેલ હતી…
પૂજ્ય શ્રી બાળઠાકર બાપુ ના અવતરણ દિવસ નિમિતે જગ્યા મા પુરો દિવસ યજ્ઞ ને ધજા ને ભજન ને ભોજન તેમજ ગૌસેવા જેવી ધાર્મિક પ્રવુતિઓ અને ઉત્સવો ઉજવી ખુબ આનંદ અને ઉમળકા સાથે સહુ સેવક ગણ લાભ લીધેલ હતો અને ઠાકર પરીવાર ના અને મહંત શ્રી નિર્મળાબા ના આશિષ લીધા હતા…
અહેવાલ કનુભાઈ ખાચર