લાયસન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ને વધુ એક ચક્ષુદાન અને
દેહદાન પ્રાપ્ત થયું.
સુરત શહેરમાં ચક્ષુદાન, દેહદાન અંગેની જાગૃતિ અનેક સમાજમાં તેમજ ધર્મ નૈતિકતાના ભાગરૂપે સ્વીકારવામાં આવી છે. સુરતના રાધાસ્વામી ધર્મની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્ય જેવા કે દેદાન, ચક્ષુદાન, રક્તદાન અને સફાઈ અભિયાન જેવી અનેક વિવિધ પ્રવૃત્તિ રહી છે. વિસ્ડીયા પરિવારના જયાબેન તેમજ પુત્ર હસમુખભાઈ અને પુત્રવધુ મુક્તાબેન 10 વર્ષ લોકદૃષ્ટિ ચક્ષુબેંક અને રેડ ક્રોસ ના પ્રમુખ ડો. પ્રફુલભાઈ શિરોયા દ્વારા ચક્ષુદાન, દેહોદાન, અંગદાન જાગૃતિમાં જોડાઈને મૃત્યુ બાદ સંકલ્પ પત્ર ભરવામાં આવ્યા હતા.
ફ્લેટ 303 એ બી રામેશ્વર રેસીડેન્સીમાં રહેતા માતૃશ્રી જયાબેન નું અવસાન થતા પરિવારના જમાઈ અને ભા.જ.પા. સુરત શહેરના ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ કોરાટ દ્વારા ડો. શિરોયા નો સંપર્ક કરીને માતાના નશ્વર દેહને ઓ.પી. નાહર, આયુર્વેદિક કોલેજ સુરતને અર્પણ કરવામાં આવ્યું.
દુઃખ ઘટના માં પુત્ર ભુપતભાઈ પુત્રવધુ રસીબાબેન, પૌત્ર- જતીન, સાહિલ, રોનક, પુત્રી-સોનલબેન કોરાટ,પુત્રી- પ્રિયાબેન માલવીયા, પુત્રી – મિતલ લાઠીયા, પુત્રી-ભારતીબેન કોરાટ, એ ધરના વડીલને અશ્રીભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડો. કિર્તીબેન પટેલ,, ડો. શૈલેષ ચોવટીય, ડોક્ટર પ્રકૃતિ મનુભાઈ રૂપાપરા, ડો. ભાવેશ શિંગલા તથા ડો. હરિકૃષ્ણ શિરોયા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓએ ગાયત્રી મંત્રનું કઠન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આભાર સહ…
ડો. પ્રફુલભાઇ શિરોયા,