તા. કપરાડા
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી. ભાવર
સિલધા પ્રીમિયમ લીગ સીઝન-06 તા.કપરાડા. જિ.વલસાડ,ગુજરાત-2023
સીલધા તા.કપરાડા,જિ. વલસાડ ખાતે પ્રીમિયમ લીગ સીઝન-06 નું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલે કરી પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી.
યુવાનો-વિદ્યાર્થીઓ અને મહિલાઓને હક-અધિકાર માટે રસ્તા પર ઉતરવા સાથે શિક્ષણ અને શિક્ષિત બેરોજગારી સાથે યુવાનોની વિચારધારા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી સંદેશા સાથે ન્યાય માટે સંઘર્ષ.
આ કાર્યક્રમનું આયોજન સીલધા પ્રીમિયમ લીગ સીઝન-06 દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે ગામના સરપંચ – પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય નરેન્દ્રભાઈ જોગરા, કપરાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડા, અસ્ટોલના સરપંચ અને તાલુકાના સીનીયર આગેવાન બાપુભાઈ,કપરાડા યુથના સીનીયર આગેવાન અને ટૂકવાડાના માજી સરપંચ અશ્વિનભાઈ ભોંવર,સીનીયર જગદીશ બોંગે,યુવા આગેવાન ઈશ્વરભાઈ, યુવા આગેવાન યોગેશભાઇ,ડેપ્યુટી સરપંચ મીનાબેન,ગામ પંચાયતના સભ્યશ્રીઓ,માજી સરપંચશ્રીઓ,આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો અને અનેક ટીમો દ્વારા ભાગ લઈ એક યુવા સંદેશનો સંકલ્પ.
નોંધ : આ પ્રસંગે ગુજરાત ટીમ (હેન્ડીકેપ) સિલધાના જગદીશભાઈ ખાલીયા ગુજરાતની ટીમમાં સામેલ સાથે ગોવામાં ભાગ લઈ પરત ફરતા તેમનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ – જી.ઈ.બી,સ્વાગત પ્રવચન ઈશ્વરભાઈ તથા આભારવિધિ રમેશભાઇ દ્વારા કરવામાં આવી.