બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા વિશ્વ મહિલા દીવસે, ૧૮૧,ની ટીમ અને મહિલા પોલીસ નુ સન્માન કરવામાં આવેલ
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ૨૩ જેટલી સામાજીક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા વિશ્વ મહિલા દીવસ પ્રસંગે બોટાદ ની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ના મહિલા કર્મચારીઓ અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઝાસીની રાણી વિરાંગના લક્ષ્મીબાઈ જેવી મહિલા પોલીસ કર્મચારી બહેનો નુ સન્માન કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનના પી,એસ,આઈ,જાડેજા સાહેબ ની મંજુરી અને સાથ સહકાર થી મહિલા પોલીસ ને કેસરીયા રજવાડી સાફા બાંધી શકિત રૂપેણ રજવાડી તલવારો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ અને નોંધનીય એ બાબત છે કે બોટાદ ની ૧૮૧ , એકસો એક્યાશી ના કર્મચારીઓ દ્વારા અત્યાર સુધી મા, ૧૩૩૪૭ , તેર હજાર ત્રણસો સુડતાલીસ જેટલી જરૂરિયાત મંદ બહેનોને સુરક્ષા મદદ પુરી પાડી દરેક પ્રકારે સેવા આપી અનેક ના ટુટતા ઘર બચાવી સમાધાન કરાવેલ અને અનેક મહિલાઓ ના આત્મહત્યા કરતાં જીવ બચાવી સરાહનીય કામગીરી કરેલ તે ધન્યવાદ પાત્ર છે સાથે સો સો સલામ કરતાં બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ના જય ગૌમાતા. તરફથી સૌને જય સ્વામિનારાયણ.
અહેવાલ : કનુભાઈ ખાચર