“ડુંગળી પકવતા ખેડુતો જોગ”
બોટાદ જીલ્લાના ડુંગળી પકવતા ખેડુતોને જણાવવાનુ કે હાલ અન્ય રાજ્યોમાથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ભાવમાં ચઢાવ ઉતાર આવે છે. જેથી ખેડુતોએ ધિરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.
સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતીઓ ઉપરાંત મેડા પધ્ધતિ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય પણ આપવામાં આવે છે. તેમજ મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકામાં પણ સહાય આપવામાં આવે છે. તેમજ બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે.
વિવિધ યોજનાઓ અને સહાયનુ ધોરણ નીચે પ્રમાણે છે.
-લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર (ક્ષમતા ૨૫ મે.ટન) ૫૦% લેખે રૂ.૮૭,૫૦૦/- સહાય મળવાપાત્ર છે.
-કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ૫૦૦૦ મે.ટન સુધી પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂ.૨૮૦૦/- પ્રતિ મે.ટન )સહાય મળવાપાત્ર છે.
-બગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય જેમાં ખર્ચના ૭૫% અથવા ૧ લાખ બે માથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે. તો ડુંગળી પકવાતા ખેડુતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અત્રેથી અનુરોધ કરવામાં આવે છે.
વધુ મહિતી માટે
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદ.
ફોન નં – ૦૨૮૪૯ ૨૭૧૩૨૧
અહેવાલ કનુભાઈ ખાચર