બોટાદ ના ગૌ રક્ષક સામતભાઈ જેબલીયા ની રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભા ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ૨૨ જેટલી સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલ તેમા સાફા મા કલંગી રૂપ, આ ૨૩ મો હોદ્દો રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભા પંજીકૃત ના ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવેલ તેથી સમગ્ર ક્ષત્રિય સમાજ મા દિવાળી દશેરા જેવા આનંદ ના માહોલ સાથે ફટકા ફોડી મિઠાઈ વેચી ખુશી મનાવેલ અને સામતભાઈ જેબલીયા ને તેમના મો, ૯૮૨૪૩ ૯૦૧૩૩ , ઉપર સંતો મહંતો ના આશીર્વાદ અને મહાનુભાવો તરફ થી શુભેચ્છા અભિનંદન ની વષાઁ વરશી રહી છે.ત્યારે બોટાદ જગન્નાથજી મંદિર ગિરનારી આશ્રમનાં મહંત મહારાજ પરમપૂજ્ય શ્રી રાજગીરી બાપુ દ્વારા સામતભાઈ જેબલીયા ને સાલ ઓઢાડી સન્માન કરી અંતર ના આશીર્વાદ આપેલ.