‘ભરૂચ જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, (ગુજરાતી માધ્યમ) અંકલેશ્વર ખાતે વિજ્ઞાન પ્રદર્શન એવં આનંદ મેળાનું આકર્ષક આયોજન કરવામાં આવ્યું.’
અંકલેશ્વર શહેરની જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વિદ્યાલય ખાતે વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન તેમજ આનંદમેળો – ૨૦૨૩ ની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ટ્રસ્ટી જયસ્વરૂપ શાસ્ત્રી, ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા, મહેમાનશ્રીઓ તેમજ વાલીશ્રીઓના વરદ્હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શાનદાર પ્રદર્શનમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ દ્વારા વિવિધ પ્રકારના અલગ અલગ વિષયો પર અતિ સુંદર પ્રોજેક્ટ્સ, પ્રયોગો તેમજ મોડલ્સ બનાવવામાં આવ્યા હતા. જયસ્વરુપ શાસ્ત્રીએ પોતાના વક્તવ્યમાં શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બને તેવા આશિષ પાઠવ્યા હતા. આ કાર્યક્રમને વાલીઓ તેમજ અન્ય સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. આ ભવ્ય પ્રદર્શનીમાં શાનદાર રજૂઆત કરતાં શાળાના બાળ વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. શાળાના આચાર્યાશ્રી પાયલમેમ, દર્શનામેમ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ હૃદયથી કરેલી મહેનતની મેનેજમેન્ટ દ્વારા કદર કરવામાં આવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર