તા. ૨૪/૦૨/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ બગસરા તાલુકાના માવાજીજવા મુકામે નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિસંવાદ વ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી જે. ડી.વાળા સાહેબ બાગાયત અધિકારી શ્રી એ.એન.ગોસ્વામી, બાગાયત અધિકારી બગસરા તાલુકાના ગ્રામ સેવક અલકાબેન, આત્મા પ્રોજકટ માથી અપૂર્વભાઈ તથા જતીનભાઈ તથા અંબુજા ફાઉન્ડેશન માથી રમેશભાઈ ચૌહાણ અને તમામ કર્મચારી તથા પ્રાકૃતિક ખેતી બગસરા ના સંયોજક શ્રી પ્રવીણભાઈ આશોદરિયા હાજર રહેલ. જેમાં ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સંકલિત રોગ જીવાત નિયંત્રણ, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયત,ખેતીવાડી અને આત્મા વિભાગની વિવિધ સહાય લક્ષિ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપી અને વધુમાં વધુ ખેડૂતો સરકારશ્રી ની યોજનાઓ નો લાભ લેવા અનુરોધ કરેલ. વધુમાં ખેડૂતોને મુંઝવતા પ્રક્ષો નું નિવારણ કરેલ. આ તાલીમ શિબિરમાં બહોળી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થીત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આવનારા દિવસોમાં ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વળવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવા માં આવ્યો.
નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -