જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પ તેમ જ ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જલારામ મંદિર કેશોદ ખાતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દરરોજનું સાંજનું અન્નક્ષેત્ર, દર મહિનાના છેલ્લા રવિવારે વીરબાઈ મહાપ્રસાદ તેમજ પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે.
આજરોજ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું , કેમ્પની શરૂઆતમાં કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કેમ્પ ના ભજન દાતા રફિકભાઈ મહિડા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધારીયા ,ડોક્ટર સ્નેહલભાઈ તન્ના તથા નિવૃત્ત મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલો હતો
આ મેગા કેમ્પ માં મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ, ડાયાબિટીસ ચેક અપ, ચામડીના દર્દો માટે ચેકઅપ કેમ્પ, તેમજ સાંધા ,વા, સાઈટીકા જેવા રોગો માટે સારવાર આપવામાં આવેલી હતી
આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં લગભગ 250 જેટલા દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલના ડોક્ટર દ્વારા તપાસવામાં આવેલા હતા જેમાંથી 76 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવેલા હતા.
જલારામ મંદિર કેશોદ દ્વારા અત્યાર સુધીમાં 286 જેટલા કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં લગભગ 20000 ઉપરાંત દર્દીઓને મોતિયાના સફળ ઓપરેશન કરી નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે દર્દીઓને કરોડો રૂપિયાનો ફાયદો આ કેમ્પથી થયો છે…
રિપોર્ટર.. નરેન્દ્ર કલાણીયા-કેશોદ