પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય (“બ્રહ્માકમારી “) અમરોલી સેવાકેન્દ્ર દ્વારા સ્થાનિક સ્તરે સિષ્ટ રો હાઉસ (સાયણ રોડ) અને તેની આજુ બાજુ ના વિસ્તારો ના લાભાર્થે તા ૧૫/૦૨/૨૦૧૩ થી ના ૨૦/૦૨/૨૦૨૩ દરમ્યાન શિવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાત્સવ માં દ્વાદશ જ્યોતિલીંગની પ્રતિકૃતિઓ દર્શનાર્થે રાખવામાં આવેલ હતી તથા આવનાર ભક્તો ને વિકારો થી ગ્રસિત દુખી માનવ જીવન ની તકલીફો બતાવતી લઘુ નૃત્ય નાટિકા અને દુખી માનવને દુઃખો માંથી મુક્ત કરવા માટે પરમાત્મા શિવ નો અન્ય પરિચય આપતો આશરે ૧૫ મિનીટનો લાઈટ અને સાઉન્ડ શો પણ બતાવવામાં આવતો હતો. ભૂગર્ભ માંથી પ્રગટ થતા શિવલિંગ આ શો નું મુખ્ય આકર્ષણ હતું. વધુમાં, આત્મા, પરમાત્મા, સર્વ આત્મા ઓ ના એક જ પરમપિતા શિવ છે વગેરે જ્ઞાન આપતી ચિત્ર પ્રદર્શની પણ દર્શાવવામાં આવી હતી.
તા. ૧૫/૦૨/૨૦૨૩ ના રોજ બ્રહ્મામાારી ના વરાછા સમુહ ના સેવાકેન્દ્રો ના મુખ્ય સંચાલિકા બ્ર. કુ. તૃપ્તિ બેને આ શિવરાત્રી મહોત્સવ નું ઉદ્ઘાટન કરતા હાલ માં ચાલી રહેલા સમય નું મહત્વ સમજાવ્યું હતું. સદીઓ અગાઉ દ્વાપરયુગ માં લખાયેલા શાસ્ત્રો માં આવનારી કળિયુગી દુનિયા વિષે વર્ણવેલા લક્ષણો બતાવ્યા હતા. તેમણે કહ્યું કે હિંદુ શાસ્ત્રો માં વર્ણવેલ કળિયુગી સમય તો ખરેખર ચાલીજ રહ્યો છે, તેથી. આવી પાપાચાર અને ભ્રષ્ટાચાર યુક્ત દુનિયા નું પરિવર્તન કરી સતયુગી દુનિયા ની સ્થાપના કરવા માટે પરમાત્મા શિવ આ ધારા પર અવતરિત થઇ તેનું કાર્ય કરીજ રહ્યા છે. પરમાત્મા શિવ નુ અવતરણ નો સમય ચાલી જ રહ્યો છે એ વાત જણાવવા માટે તથા પરમાત્માનો સત્ય પરિચય જન જન સુધી પહોંચે તે માટે આ શિવરાત્રી મહોત્સવ નું આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું.
બ્રહ્માકુમારીઝ, અમરોલી સેવાકેન્દ્ર ના સંચાલિકા બે, કુ, કવિતા બેન ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમની સજાવટ, સુંદરતા અને આયોજન કાબીલેદાદ હતું તથા બકુ. વિદ્યાલય સાથે સંકળાયેલા સેવાધારીઓનું ટીમ વર્ક પણ સરાહનીય હતું.
આશરે ૧૨૦૦૦ થી પણ વધુ ભક્તો એ આ શિવરાત્રી મહોત્સવ નો લાભ લીધો છે. વધુ રસ ધરાવતા ભક્તો માટે- આત્મા, પરમાત્મા, રાજયોગ વિષયક અને અન્ય આધ્યાત્મિક જ્ઞાન આપતી રાજયોગ શિબિર નું આયોજન તા. ૨૨ થી ૨૪ ફેબ્રુ. ૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું છે.