Saturday, June 3, 2023
HomeBreaking newsકેબિનેટે આપી ITBPની સાત નવી બટાલિયનને મંજૂરી, સરહદી ગામો માટે વાઇબ્રન્ટ વિલેજ...

કેબિનેટે આપી ITBPની સાત નવી બટાલિયનને મંજૂરી, સરહદી ગામો માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ

 

AXAR MIYANI

કેબિનેટે આપી ITBPની સાત નવી બટાલિયનને મંજૂરી, સરહદી ગામો માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ

 

કેબિનેટે આપી ITBPની સાત નવી બટાલિયનને મંજ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP માટે 9,400 જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયનની સ્થાપના કરવાની મંજૂરી આપી દીધી છે.

 

 

મોદી કેબિનેટે બુધવારે દેશની સુરક્ષાને લઈને ઘણા મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP માટે 9,400 જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયનની સ્થાપના કરવાની મંજૂરી આપી દીધી છે.

 

આ સિવાય કેબિનેટની બેઠકમાં સિંકુલના ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી. આ ટનલના નિર્માણથી લદ્દાખ સાથે ઑલ વેધર રોડ કનેક્ટિવિટીની સુવિધા મળશે. ટનલની લંબાઈ 4.8 કિલોમીટર હશે, જેના પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટનલના નિર્માણથી દુર્ગમ વિસ્તારોમાં સૈન્ય દળોની પહોંચ વધશે.

 

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી

 

કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે આ કાર્યક્રમ માટે 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશની સરહદોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લાવી છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સરહદો પર આવેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના 19 જિલ્લાના 2966 ગામોમાં રોડ, વીજળી જેવી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં આવશે.

 

બે લાખ સહકારી મંડળીઓ બનશે

 

આ સિવાય કેબિનેટે દેશમાં સહકારી ચળવળની પાયાના સ્તર સુધી પહોંચને મજબૂત કરવા માટે સમિતિઓની રચનાને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં બે લાખ બહુહેતુક ડેરી, મત્સ્યઉદ્યોગ સહકારી સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments