ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવભૂમિ તીર્થધામ સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે વર્ષોવર્ષ પુષ્પદોલોત્સવ યોજી રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ આપી છે. આ વર્ષે પ્રગટગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવે એ જ દિવ્ય રંગવર્ષાનો પ્રસંગ યોજાશે.
આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.
તા. ૭/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ પુષ્પદોલોત્સવ સાંજે ૪:૩૦ થી ૭:૩૦ દરમ્યાન ઉજવાશે. હરિભક્તોને સભામંડપમાં પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રાપ્ત થશે.
તા. ૭/૦૩/૨૦૨૩, મંગળવારના રોજ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે નહિ.
ઉત્સવના દિવસે બપોરે હરિભક્તો માટે સારંગપુરમાં ભોજન વ્યવસ્થા ૨:૦૦ વાગ્યા સુધી રહેશે. ગઢડા મંદિરે ભોજન વ્યવસ્થા થઈ શકશે નહીં.
પુષ્પદોલોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. આથી જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો સમૈયા પછી સ્વામીશ્રીનો લાભ લેવા આવે એ ઇચ્છનીય છે.
ઉતારા અંગે :
ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તા. ૬/૦૩/૨૦૨૩, સોમવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલા ન આવે તે ઇચ્છનીય છે.
નીચે આપેલ ઉતારા રીક્વેસ્ટ ફોર્મ તા. ૨૫/૦૨/૨૦૨૩ સુધીમાં ભરી સબમીટ કરવાથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તેમજ કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સારંગપુર, ગઢડા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે.
ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
ઉત્સવ દરમ્યાન આપનું વાહન આપની સાથે જ રાખવું તે ઇચ્છનીય છે.
ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.