સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદના પ્રવાસે આવી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું
સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચિયા, પ્રકોષ્ઠ પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા તથા જૂનાગઢની કેસવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની કાર્યવાહક કમિટી સાથે બોટાદ જિલ્લાના પ્રવાસે આવી કાર્યકર્તાઓને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું.
પ્રારંભમાં બોટાદ તાલુકાની બાબરકોટ સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી મંડળીના મંત્રી અને સહકાર ભારતી ના તાલુકા પ્રમુખ કનુભાઈ ખાચર દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી શિક્ષાપત્રી ભેટ આપી હતી. મંડળીની વસુલાત માટે અભિનંદન પાઠવી સહકાર ભારતીના કાર્યક્રમમાં કરી તાલુકાની ટીમને સક્રિય કરવા અનુરોધ કરેલ.
ત્યારબાદ પાળિયાદની પૂજય વિસામણબાપુની પ્રસિદ્ધ જગ્યા ના દર્શન કરી પ્રસાદ લઇ બોટાદની ઝવેરચંદ મેઘાણી ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સભ્યો સહકાર ભારતી ના કાર્યકર્તાઓને વિનોદભાઈ બરોચીયા તથા ચીમનભાઈ ડોબરીયા દ્વારા માસિક મિટિંગ મળે પ્રકોષ્ઠની રચના, કાર્યકર્તા અભ્યાસ વર્ગ, સદસ્યતા નોંધણી સાથે વિના સંસ્કાર નહીં સહકારના સૂત્રને સાર્થક કરવા સામૂહિક પ્રયત્નો કરવા અપીલ કરેલ બોટાદની મહિલા પીપલ સોસાયટી માં નયનાબેન સરવૈયા તથા નીપાબેન મહેતા દ્વારા મહિલા સદસ્યો જે સમાજની 50% મહિલાઓ છે. તો સહકારના માધ્યમ દ્વારા જાગૃતિ લાવી સહકાર ભારતી ના અનિવાર્ય સાત કાર્યક્રમ દ્વારા સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું વિશેષ યોગદાન વિશે વાત કરેલ હતી.
ત્યારબાદ જૂનાગઢની ગુજરાતની તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર સભ્ય તથા માર્ગદર્શક વિનોદભાઈ બરોચીયા તથા એમડી નરેન્દ્રભાઈ ભૂત દ્વારા સોસાયટીની શાખા બોટાદ અથવા ઢસા ગામમાં ખોલવા વિશે માર્ગદર્શન આપી જણાવેલ કે સમાજના છેવાડાના લોકોને તેમની નાણાકીય જરૂરિયાત વ્યાજબી દરે પૂરી પાડવા તથા ગ્રામ વિકાસ દ્વારા સમાજના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે કાર્ય કરવા માંગે છે આ પ્રવાસમાં સહકાર ભારતી ના ભાવનગર વિભાગ સહસંયોજક સવજીભાઈ શેખ તથા બોટાદ જિલ્લા સહકાર ભારતીના પ્રમુખ ભુપતભાઈ ધાધલ સાથે રહી તમામ વ્યવસ્થા ગોઠવેલ
અહેવાલ કનુભાઈ ખાચર