જિલ્લા. વલસાડ
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી. ભાવર
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઈન શર
— મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોનો સવારે ૮ થી ૧૦ અને સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે
વલસાડ જિલ્લામાં આગામી માર્ચ-૨૦૨૩માં ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા અને ઉન્માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મુઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકીર્દીની સીમાચિહ્નરૂપ બોર્ડની પારીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ આત્મવિશ્વાસ હેલ્પલાઈન દ્વારા તેમને મુઝવતા પ્રશ્નો માટે સવારે ૮ થી ૧૦ અને સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ હેલ્પલાઈન વર્ષ ૨૦૧૮થી શરૂ કરવામાં આવી હતી જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લગતી મુઝવણનું માર્ગદર્શન મેળવતા આવ્યા છે. તથા વધુ માર્ગદર્શન માટે મનોચિકિત્સક ડો. કિરણકુમાર વાધીયા, મનોચિકિત્સક વિભાગ, વલસાડ(મો.નં. ૮૧૨૮૫૮૬૪૪૩), તૃપ્તિબેન વ્યાસ કાઉન્સેલર અને શિક્ષક (મો.નં. ૮૧૪૧૦૨૫૫૯૫), મનોચિકિત્સક અને કાઉન્સેલર ભુમિ થોરાટ(મો.નં. ૮૧૬૦૭૮૮૫૮૩), અરનાઝ છેલા (મો.નં. ૯૩૭૫૭૭૭૪૯૫) નો સંપર્ક કરવાનો રહેશે.