દક્ષિણ ગુજરાત કોંગ્રેસઆગેવાનોની ચીખલી, સર્કિટ હાઉસ,જિ.નવસારી ખાતે ખાસ બેઠક મળી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સિનિયર અને યુવા આગેવાનોની ખાસ મીટીંગ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી,નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ,ધારાસભ્યશ્રી અનંત પટેલ,પૂર્વ ધારાસભ્યશ્રી પુનાજી ગામીત,પૂર્વ ધારાસભ્ય અનંત ચૌધરી,પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ,નિઝરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય અને જિલ્લા મહામંત્રી વસંતભાઈ બી.પટેલ,જિલ્લા પ્રમુખશ્રીઓ,ઉમેદવાર શ્રીઓ અને આગેવાનોની ખાસ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં E.V.M અને પક્ષના સંગઠનની સમીક્ષા સાથે ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં ભાવિ રણનીતિ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે બેઠક કરી આગળની રણનીતિ નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
દક્ષિણ ગુજરાત કોંગ્રેસ આગેવાનોની એક ઝલક.