A. P. Star NEWS સચિવાલય પહોંચ્યા બિલ્ડરો- જમીન-બાંધકામની જંત્રી અલગ કરવા માંગ, આજથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજો
ગાંધીનગર- સચિવાલય પહોંચ્યા બિલ્ડરો- જમીન-બાંધકામની જંત્રી અલગ કરવા માંગ, આજથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજો
જમીન-બાંધકામની જંત્રી અલગ કરવા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આજે સચિવાલય ખાતે વિવિધ માંગને લઈને ફરી બિલ્ડર્સ એસોસિએશન સીએમને મળવા માટે પહોંચ્યું.
News Detail
જમીન-બાંધકામની જંત્રી અલગ કરવા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આજે સચિવાલય ખાતે વિવિધ માંગને લઈને ફરી બિલ્ડર્સ એસોસિએશન સીએમને મળવા માટે પહોંચ્યું છે. જંત્રીના ભાવો જ્યારથી ડબલ કરાયા છે ત્યારથી બિલ્ડર્સની ઉંઘ ઉડી ગઈ છે આ સાથે લોકોને પણ એફોર્ડેબલ હાઉસિંગ છે તે મોંઘા પડી શકે છે.
જંત્રીની ઝંઝટને લઈને બિલ્ડરો ફરી એકવાર આજે સીએમને મલવા માટે સચિવાલય ખાતે પહોંચ્યા છે. સચિવાલયટ પહોંચેલા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા વિવિધ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. જેમા બિલ્ડર્સ દ્વારા ગઈકાલે પણ કેટલીક માંગ સીએમ સમક્ષ રાખી નિવેદન કરાયું હતું ત્યારે આજે કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાઈ શકે છે.
– સચિવાલય પહોંચેલા બિલ્ડર્સે આ માંગ મુકી
સીએમને રજૂઆત કરવા માટે આજે પણ સચિવાલય પહોંચેલા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા કેટલીક માંગ કરાઈ છે. જેમાં વાંધા અને સૂચનો આપ્યા છે. એફએસઆઈ માટે ભરવામાં આવતી જંત્રીમાં 50 ટકા ઘટાડવા માંગ કરવામાં આવી રહી છે. એફોર્ડેબેલ હાઉસિંગ માટે આ જંત્રી કામો અટકાવનારી બનશે તેમ બિલ્ડર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નવી જંત્રી મુદ્દે 1 મે સુધી જંત્રીનો નિર્ણય પાછો ખેંચવા માટે કહ્યું છે. આજથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજો થઈ રહ્યા છે ત્યારે આજે બિલ્ડર્સ દસ્તાવેજથી અળગા રહેશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સરકાર નવી જંત્રીના અમલને થોડો સમય મુલતવી રાખવાનો નિર્ણય લઈ પણ શકે છે. કારણ કે જંત્રીના દરો બમણા કરવાથી પ્રોપર્ટી ટેક્સમાં 30 થી 50 ટકાનો વધારો આગામી દિવસોમાં થઈ શકે છે. જો કે, આ મામલે આજે કેબિનેટમાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે.