બોટાદ ની ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નગર પ્રાથમિક શાળા નં-૨૪ ના શિક્ષક નસરૂદ્દીનભાઈ નૂરાની ને પૂજ્ય મોરારીબાપુ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયો
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા -જાણીતા કથા કાર પૂજ્ય મોરારીબાપુ દ્વારા દર વર્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બેનમૂન કામગીરી કરનાર શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિ ષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ ના પૂજ્યબાપુ દ્વારા જિલ્લાના ૩૩ શ્રેષ્ઠ શિક્ષકો ને એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૨ માટે બોટાદ ની ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનગર પ્રાથમિક શાળા નં-૨૪ ના શિક્ષક નસરૂદ્દીનભાઈ નજરઅલીભાઈ નૂરાનીને પૂજ્ય મોરારીબાપુ અને રાજ્યસંઘના પ્રમુખ દ્વારા ચિત્ર કૂટ એવોર્ડ પારિતોષિત કરી, શાલ ઓઢાડી સન્મા નિત કરવામાં આવ્યા હતા.
શિક્ષક નસરૂદ્દીનભાઈ નુરાનીને ચિત્રકૂટ એવોર્ડ મળવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ , નગરપાલિકા સંઘના પ્રમુખ રણજીતભાઈ ગોવાળિયા, ઉપ પ્રમુખ, સંઘના કાર્યકર્તાઓ, જિલ્લા શિક્ષણા અધિકારી, શાસન અધિકારી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નગર પ્રાથમિક શાળા નં-૨૪ બોટાદના આચાર્ય તથા તમામ ગુરૂજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
બોટાદ ની ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નગર પ્રાથમિક શાળા નં-૨૪ ના શિક્ષક નસરૂદ્દીનભાઈ નૂરાની ને પૂજ્ય મોરારીબાપુ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયો
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -