બોટાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષા ની ઉજવણી અંતર્ગત પત્રકાર પરિષદ સંબોધતા કલેકટર
મુખ્યમંત્રી હસ્તે ૨૮૫.૯૮ કરોડની રકમના ખર્ચે ૩૭૭ વિકાસકામોનું ઇ-લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત અને ઈ- ભૂમિપૂજન કરવામાં આવશે.
નાગરિકોને ઐતિહાસિક અને ગૌરવવંતા કાર્યક્રમ માં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેક્ટર દ્વારા કરાયો અનુરોધ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જેના અનુ સંઘાને જિલ્લા કલેક્ટર બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.
જિલ્લા કલેક્ટર શાહે મિડીયા કર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોટાદ જિલ્લા ના આંગણે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષા ની ઉજવણી કરવામાં આવશે.જેના ભાગ રૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તા.૨૫ જાન્યુ આરીએ મુખ્યમંત્રીના વરદ હસ્તે બોટાદના એ. પી. એમ.સી ખાતે સવારે ૧૧-૩૦થી ૧૨-૦૦ કલાક દરમિયાન જિલ્લાના નાગરિકોની સુખા કારી માટે અંદાજે રૂ.૨૮૫.૯૮ કરોડની રકમના ખર્ચે ૩૭૭ વિકાસકામોનું ઇ-લોકાર્પણ, ઈ- ખાત મુહૂર્ત અને ઈ- ભૂમિપૂજન કરવામાં આવશે. સાંજે ૬ – ૦૦ થી ૯ – ૦૦ કલાક દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યકક્ષાના કલાકારો પોતાનું કૃતિઓ રજૂ કરશે. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૨૬મી જાન્યુ આરીએ રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે, તેમજ જવાનો દ્વારા પરેડ, દિલધડક કરતબો, અશ્વ શો, ડોગશો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં યોજાનારા આ ઐતિ હાસિક અને ગૌરવવંતા કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયોછે.