તા. સેલવાસ
લ
રિપોર્ટર. અશ્વિનભાઈ.ડી ભાવર
સેલવાસ સસ્પેન્ડે ડ મામલતદાર ટી. એસ. શર્માની પોલીસે કરેલી અટકાયત જમીન કૌભાંડના થઈ રહેલી પૂછપરછ
સસ્પેન્ડડ લેન્ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારી પોલીસ પહોંચી
પ્રાપ્ત માહિતી મળેલી અનુસાર સરકારી જમીન નિ મિલીભગત કરી પ્રાઇવેટ કરવાની કોશિશમાં પૂર્વ મામલતદાર ટી. એસ. શર્મા અને લેન્ડ રિફોર્મ બ્રિજેશ ભંડારી ની ૨૫ જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ
સેલવાસના સસ્પેન્ડડ મામલતદાર ટી. એસ. શર્માની આજે ભ્રષ્ટાચાર ગેર રીતે અને નીતિ નિયમનો વિરુદ્ધ કરેલા કામોની તપાસ માટે સેલવાસ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સાંપડી છે. ટી .એસ .શર્મા સામે પોતાની આવો કરતા વધુ સંપત્તિના મુદ્દે પણ સઘન તપાસ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
ખાનવેલના પૂર્વ મામલતદાર અને લેન્ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી હાલમાં પોલીસ અટકાયત થી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે
સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વહીવટમાં ભ્રષ્ટાચાર સામે અપનાવેલી નો ટોલરન્સ નીતિના કારણે સેલવાસના તાત્કાલિન મામલતદાર ટી. એસ.શર્માએ ખાસ લોકોને લાભ આપવા માટે સરકારી જમીનનો સાથે ચેટા કર્યા હતા અને ખોટા સરકારી દસ્તાવેજો પણ ઊભા કર્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. લેન્ડ રિફાર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારીની પણ મિલી ભગત હોવાનું સમજાય છે.
સેલવાસ પોલીસે આ લખાઈ રહ્યું છે તે સુધી સસ્પેન્ડડ મામલતદાર ટી.એસ .શર્માની ધરપકડની પૃષ્ટિ કરી નથી. પરંતુ તેને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું ગાણું ગવાઇ રહ્યું હતું