પાળીયાદના વતન પ્રેમી નું રૂપિયા એક લાખનું પાળીયાદ મહાજન પાંજરાપોળમાં દાન
પંચાળની પવિત્ર ભૂમિ પાળીયાદ એટલે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ નુંપ્રગટ પીરાણું
એવી પાવન ભૂમિમાં જનમેલ ખીમજીભાઈ માંડણકાં એ ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબને વચન આપ્યું હતું કે હું કંઈક સમય આવે દાન કરીશ વતન પ્રેમી શ્રીમાન ખીમજીભાઈ કાનજીભાઈ માંડણકા ઉંમર 89 વર્ષ પાળીયાદ પાંજરાપોળ પશુઓના ઘાસચારામાં રૂ/1.00101/ (એક લાખ એકસો એક પુરા) પાળીયાદ મહાજન પાંજરાપોળ માં અબોલ પશુઓના ઘાસચારામાં દાન આજરોજ આપેલ છે સંસ્થા તરફ થી નાગરભાઈ ગામી, કનુભાઈ ધાધલ, ભાવેશભાઈ બારભાયા હાજર રહેલ અને હૃદય પૂર્વક આભાર માની પાળીયાદ નું ગૌરવ એવા ખીમજીભાઈ ને સૌ કોઈ આવા જીવદયા ના કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે
અહેવાલ કનુભાઈ ખાચર