પ્રતિશ્રી
આદરણીય શ્રીભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ
માનનીય મુખ્યમંત્રીશ્રી
ગુજરાત રાજય
વિષય:-હીરાઉધોગ ના રત્નકલાકારો ના બાબતે
જય ભારત સાથે જણાવવાનુ કે આપણા હીરાઉધોગ એ આખા વિશ્વ મા આપણા ગુજરાતને આગવુ સ્થાન અપાવ્યુ છે અને હીરાઉધોગ થકી સરકાર ને કરોડો ડોલર નુ વિદેશી હૂંડિયામણ રળી આપે છે પરંતુ હીરાઉધોગ મા હાલ એક તરફી વિકાસ થઈ રહ્યો છે ઉધોગકારો માલામાલ અને રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને હીરાઉધોગ ને છોડી રહ્યા છે
કેમ કે હીરાઉધોગ મા કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો ને મજુર કાયદા હેઠળ ના મળવાપાત્ર લાભો જેવા કે પ્રોવિડન્ટ ફંડ, પગાર સ્લીપ,ઓળખપત્ર, હાજરી પત્રક,હક રજા,બોનસ,ગ્રેજયુટી,વીમા યોજના નો લાભ,ઓવર ટાઈમ પગાર,મોંઘવારી મુજબ નો પગાર વધારા સહિત ના લાભો થી કામદારો ને વંચિત રાખવા મા આવે છે અને ઉલ્ટા નુ અમારી પાસેથી સરકાર ગેરકાયદેસર રીતે વ્યવસાય વેરો લે છે જે તાત્કાલિક નાબૂદ થવો જોઈએ
એક તરફ રાજકીય વગ ધરાવતા માલિકો દ્વારા અમને મજુર કાયદા ના લાભો થી વંચિત રાખવા મા આવે છે તો બીજી તરફ સરકાર ની કોઈ યોજનાઓ ના લાભો પણ અમને એક રત્નકલાકાર તરીકે મળતા નથી જેના કારણે કારીગરો ને જોબ સિક્યુરિટી કે સોશિયલ સિક્યુરિટી મળતી નથી તેના કારણે જ્યારે હીરા મા મંદી આવે ત્યારે અમે ગંભીર કટોકટી મા ફસાઈ જઈએ છીએ ત્યારે અમને સરકાર કે ઉધોગપતિ કોઈ મદદ કરતુ નથી
આપણો હીરાઉધોગ વિદેશીઓ ના હાથ મા જતો રહે એવુ પણ આયોજન સરકાર સાથે મળી ઉધોગપતિઓ એ કર્યો છે જે બાબત નિંદનીય છે અને વખોડવા ને પાત્ર છે,ટેકનોલોજીના વિકાસ ના કારણે મોટી સંખ્યા મા રત્નકલાકારો બેરોજગાર બની રહ્યા છે અને પોતાના હકો અને લાભો થી વંચિત રહેતા મોટી સંખ્યા મા રત્નકલાકારો હીરાઉધોગ ને તિલાંજલી આપી રહ્યા છે ત્યારે જો આપણે હીરાઉધોગ અને રત્નકલાકારો ને બચાવવા હોઈ તો નક્કર કાર્યવાહી કરવી પડશે એવુ અમારુ સ્પષ્ટ માનવુ છે
અમારા હીરાઉધોગ ના રત્નકલાકારો ના સંગઠન ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સરકાર વિવિધ વિભાગો મા અઢળક રજૂઆતો કરવા મા આવી છે અને આપ સાહેબ ને તથા ચીફ સેકેટરીશ્રી ને પણ લેખિત રજુઆત કરવા મા આવી છે અને આપ સાહેબ એ જે ખાતરી આપી હતી તે મુજબ પણ કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આપ સાહેબ ને અમારી નમ્ર વિનંતી છે કે હીરાઉધોગ ના રત્નકલાકારો ના પ્રશ્નો અગ્ર સ્થાને રાખી વહેલિતકે તેનો ઉકેલ લાવો જેથી હીરા ની સાથે રત્નકલાકારો ના ભવિષ્ય પણ ચમકતા થાય તેમ છે
હીરાઉધોગ ના વિકાસ મા જેણે હીરા સાથે પોતાની જિંદગી ઘસી નાખી છે એવા રત્નકલાકારો જ્યારે કોઈ ગંભીર બીમારી મા સપડાય છે ત્યારે તેમને કોઈ મદદ નથી કરતુ અને બેરોજગારી કે આર્થિકતંગી ના કારણે કારીગરો હારી થાકી ને આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે ત્યારે પણ તેમના પરિવાર ને સરકાર કે ઉધોગપતિઓ મદદ કરતા નથી જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કેમ કે ઉધોગકારો દાન ધર્માદા પણ અન્ય જગ્યા એ આપે છે કારીગરો ને મદદ કરતા નથી
દિવાળી ના ખુલતા વેકેશન મા જ હીરાઉધોગ મા મંદી નો માહોલ છે અને ઉધોગપતિઓ દ્વારા ઉત્પાદન કાપ ની નીતિ નો અમલ કરવા મા આવી રહ્યો છે જેના કારણે અંદાજે 15,000 હજાર કરતા વધારે રત્નકલાકારો બેરોજગાર થયા નો અંદાજ છે,કામ ના કલાકો ઘટાડવા મા આવે છે,અઠવાડિયામા બે રજા રાખવા માં આવે છે,પગાર મા ઘટાડો કરવા મા આવે છે,કારીગરો નુ ખોટી રીતે શોષણ કરવા માં આવે છે અને હજી પરિસ્થિતિ ખરાબ થવાની શકયતાઓ છે
જેથી આપ સાહેબ ને અમારી નમ્ર વિનંતી છે કે આપણા ગુજરાત ના હીરાઉધોગ મા અંદાજે 20 થી 25 લાખ રત્નકલાકારો કામ કરે છે માટે આટલી મોટી સંખ્યા મા રત્નકલાકારો હોઈ તેમની સમસ્યાઓ તથા તેમના પ્રશ્નો અને તેમની પીડા અને વ્યથા વેદના નો તાત્કાલિક ઉકેલ લાવવા મા આવે તો આપણે રત્નકલાકારો અને હીરાઉધોગ ને બચાવી શકશુ
*અમારી માંગણીઓ નીચે જણાવ્યા મુજબ ની છે*
(1)હીરાઉધોગ મા મજુર કાયદા નુ ચુસ્તપણે પાલન કરાવો
(2)હીરાઉધોગ ના રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો
(3)હીરાઉધોગ ના રત્નકલાકારો પાસેથી લેવામા આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
(4)મોંઘવારી પ્રમાણે રત્નકલાકારો ના પગાર મા વધારો કરો
(5)હીરાઉધોગ ને વિદેશીઓ ના હાથ મા જતો અટકાવો
(6)રત્નકલાકારો ને દિવાળી બોનસ આપો
(7) આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો
(8)15 દિવસ ભરવા ની સિસ્ટમ નાબૂદ કરો
(9)મંદી ના કારણે જે રત્નકલાકારો ને ગેરકાયદેસર રીતે છુટા કરવા મા આવે છે તેમને મજુર કાયદા મુજબ બોનસ પિરિયડ નો પગાર આપી રક્ષણ આપો
(10)બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના ફરી શરૂ કરો
(11)રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરો
(12)રવિવારે ફરજીયાત દરેક કંપની મા રજા રાખવી
(13)ઘર વિહોણા રત્નકલાકારો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર નુ ઘર આપો
(14)લેબર વિભાગ અને ફેકટરી વિભાગ મા અધિકારીઓ અને કર્મચારીઓ ની ભરતી કરો
*ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત*
*હેલ્પલાઈન નંબર 9239500009*