શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર, સાબરકાંઠા આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવમાં યાદગાર અને અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો….રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૃતીય નંબર સાથે શિલ્ડ ,બે હજાર રુપિયા પુરસ્કાર, સન્માન પત્ર અને એક સુંદર બેગ સાથે સન્માનિત કરવામાં આવ્યો….ખૂબ પ્રતિભાવંત આ બાળકને ચાચરિયા શાળાના નખશિખ કર્મઠ અને અનેક એવોર્ડ થકી સમગ્ર ગુજરાતનુ ગૌરવ એવાં શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબે તૈયાર કરી એક અંતરિયાળ બાળકને રાજ્ય કક્ષાએ ઝળહળતો કરી એક ઉત્તમ શિક્ષક કર્મ નિભાવ્યું છે….આ નાનકડા બાળકવિએ અવિરત સુંદર પ્રદર્શન કરતાં સમગ્ર બોટાદ જિલ્લાનું નામ ગુજરાત રાજ્યમાં રોશન કર્યું છે…બાળકવિ લીંબડિયા વિક્રમ અને માર્ગદર્શક શ્રી પ્રવીણભાઈ ખાચરને ખોબલે અભિનંદન.