પાળીયાદ માં મોકાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત તેમજ નવચંડી યજ્ઞ
આજરોજ પાળીયાદમાં સમસ્ત મોકાણી પરિવાર દ્વારા આયોજિત ગત તારીખ 2 થી શરૂ થયેલા ધર્મોત્સવમાં પારંભે જ પાળીયાદ જગ્યામાંથી મહંત શ્રી પરમ પૂજ્ય 1008 મહા મહા મંડળેશ્વર શ્રી નિર્મળાબા અને પરમ પૂજ્ય ભયલુબાપુ પધાર્યા હતા અને રૂડા આશીર્વાદ આપ્યા હતા શ્રીમદ દ્દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં રસપાન કરાવતા શ્રી લલિત પ્રસાદ શાસ્ત્રી (ભદ્રાવડી ) વાળા કથાનું રસપાન કરાવી પાપ તાપ સંતાપ થી બચવાનું અને કળિયુગમાં દેવી ભાગવતનું મહાત્મ સમજાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ ભાગવત સપ્તાહ કથા દરમિયાન રોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતા જેમાં આજ રોજ શ્રી હડમતાળા હનુમાનજી ની જગ્યાના મહંત શ્રી લક્ષ્મણદાસ બાપુ તથા શિષ્ય શ્રી ગોપાલદાસ બાપુ તથા શ્રી મોહનભાઈ પ્રજાપતિ તથા શ્રી લક્ષ્મણભાઈ પ્રજાપતિ તથા રાઘવભાઈ રતનશીભાઈ પ્રજાપતિ નાગજીભાઈ ચાંદપરા તરઘરા તથા અરવિંદભાઈ અગોલા તથા ત્રિભુવનભાઈ પ્રજાપતિ તથા પાળીયાદ મહાજન પાંજરાપોળમાંથી શ્રી નાગરભાઈ ગામી તથા રામકુભાઇ ખાચર પાળીયાદ તથા નિરુભા ગઢવી તેમજ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ભાઈઓ અને બહેનો દેવી ભાગવત કથાનું રસપાન કર્યું હતું.
અહેવાલ કનુભાઈ ખાચર