પાળીયાદ પાંજરાપોળ માં સ્નેહ મિલન સમારોહ.
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગ્રામજનો નો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા, ભયલુબાપુ તથા પૂ. લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળા તથા પરમ પૂજ્ય સુશીલાબાઈ મહાસતીજી આદી ઠાણા 4ની નીશ્રા માં ઉજવાયો હતો. આ પ્રસંગે પાળિયાદ તેમજ પીપરડી,બોડી, તરધરા,રતનપર, કાનીયાડ,કુંભારા,ગઢડિયા,બોટાદ, પાટી, સેંથળી તાજપર તેમજ અન્ય આજુબાજુ નાં ગામોનાં જીવદયા પ્રેમીઓ એ હાજરી આપી આપણી પાંજરાપોળ સંસ્થા દ્વારા થતાં જીવદયા નાં કાર્ય ની અનુમોદના વ્યક્ત કરી હતી. પ.પૂ. નિર્મળાબા,ભયલુબાપુ, લક્ષ્મણદાસબાપુ તેમજ પૂજ્ય સુશીલાબાઈ. મ.સતિજી આદિ સંત સતીજીઓ તરફથી પાંજરાપોળ સંસ્થા જીવદયા નાં કાર્યો માં વધુ ને વધુ સહયોગ પ્રાપ્ત થતો રહે એવા શુભ આશિષ આપેલ હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવો નું સન્માન કરવામાં આવેલ હતું, જીવદયા પ્રેમી દાતા દ્વારા પાંજરાપોળ સંસ્થાને અંદાજિત 7 લાખ રૂપિયા અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા તેમજ જીવદયા નાં ભેખધારી એવા નાગરભાઈ ગામી તેમજ જીવદયા પ્રેમી કનુભાઈ ધાધલ જીવદયા નાં કાર્ય ની ખુબ ખુબ અનુમોદના કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ બોડી ગામ સમસ્ત તરફથી સમૂહ પ્રસાદ (ભોજન)આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ ગાંધી બોટાદ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનકવાસી જૈન સંઘ,શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તથા પાળિયાદ તરઘરા, પીપરડી તેમજ બોડી ના જીવદયા પ્રેમી પ્રેમી કાર્યકરોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર