ગુરુકુલ પબ્લિક સ્કુલ અંકલેશ્વર ખાતે બાળકોના સ્વાસ્થ્ય અર્થે શિયાળુ રમતોત્સવ ઉજવાયો.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ ખાતે સ્પોર્ટ્સ – ડે ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે રાષ્ટ્રને મજબુત કરવા આપણા બાળકોને સર્વાંગી રીતે ઘડવા અતિ આવશ્યક છે, એવી પ્રેરણા ગુરુકુલ સંસ્થાનના સંસ્થાપક સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આચાર્યશ્રી, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓને આપી હતી. જો બાળક મજબુત હશે તો આપણો દેશ પણ મજબુત બનશે. વ્યાયામ – રમત દ્વારા જ બાળકનું મન અને તન સ્ફુર્તિવાન બને છે તેવી વાતો સભા સંચાલક દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા સાહેબે કાર્યક્રમમાં હાજરી આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.