પાળીયાદ મુકામે સહાય કેમ્પ યોજાયો
આજરોજ પાળીયાદ મુકામે મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય )અને તાલુકા પંચાયત બોટાદ તરફથી જરૂરી પુરાવાઓ ધ્યાને લઈ ખેતીની જમીનમાં વારસાઈ નોંધ, વિધવા સહાય, વૃદ્ધ સહાય,ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય જેવી વિવિધ યોજનાઓની સેવાઓ સ્થળ પર જ આપવામાં આવી જેમાં પાળીયાદ તથા બાબરકોટના ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો જેમાં હાજર રહેલ ડી.જે. પરમાર સાહેબ નાયબ મામલતદાર પુરવઠા તથા નરેશભાઈ વાઘેલા તલાટી મંત્રી પાળીયાદ તથા અશ્વિનભાઈ ચૌહાણ તલાટી મંત્રી બાબરકોટ તથા પૂજાબેન દવે રેવન્યુ તલાટી પાળિયાદ સેજો તથા કનુભાઈ ડી.ખાચર સામાજિક કાર્યકર બાબરકોટ હાજર રહેલ.