આવેદન પત્ર
કપરાડા મામલતદાર થી મુખ્ય ચુંટણી અધિકારી ગાંધીનગર સુઘી કૂચ.
કપરાડા તાલુકામાં આવનાર-13 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી EVM ની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલના નેતૃત્વમાં મામલતદારશ્રીને આવેદનપત્ર કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઇશ્વરભાઇ તુમડા,તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુભાષભાઈ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ,જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પાંડુભાઇ,તાલુકા પંચાયતના વિરોધ પક્ષના ઉપનેતા પરસુતભાઈ,કપરાડા તાલુકા કોંગ્રેસના સિનિયર આગેવાન મોહનભાઈ ખાડમ,કપરાડા તાલુકાના સિનિયર આગેવાન અને અસ્ટોલના સરપંચ બાપુભાઈ,કરચોંડના સરપંચશ્રી ભીખુભાઈ,પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રી રમજુભાઈ દહીખેડ,તાલુકા પંચાયતના સભ્ય હાઉશીબેન,તાલુકા પંચાયતના સભ્ય નિરંજનાબેન, તિસ્કરી જંગલના માજી સરપંચ મંગળભાઈ,અસ્ટોલના સરપંચ સવિતાબેન,કપરાડા કોંગ્રેસના સલાહકાર કાસુભાઈ,સુલિયા ગામ પંચાયતના સભ્ય ચેંદરભાઈ, કરજુન યુવા લીડર જીવણભાઈ ઘૂટિયા, યુવા લીડર બિપીનભાઈ સુલિયા,નાની પલસાણ સરપંચ વિષ્ણુભાઈ મોવળે, કપરાડા તાલુકા કોંગ્રેસના સિનિયર આગેવાન બાબુભાઈ માતુનીયા તથા વિશાળ સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા.
નોંધ:
દિન સાતમાં સરકારશ્રી તરફથી જવાબ ન મળે તો એક દિવસ પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવશે.