શ્રી બાબરકોટ કેન્દ્રવતિ શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
આજરોજ બોટાદ જિલ્લા નાં શ્રી બાબરકોટ કેન્દ્રવતિ શાળામાં મેકિંગ એ ડિફરન્સ એન.જી.ઓ.અમદાવાદ તરફથી ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા આ પ્રસંગે બોટાદ સંપ્રદાયના પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી શ્રી જયચંદ્ર મુનિ મહારાજ હાજર રહી આશીર્વાદ આપેલ મેકિંગ એ ડિફરન્સ અમદાવાદ થી પધારેલ શ્રી કમલેશભાઈ થાનકી, મનીષભાઈ શાહ, અનિલભાઈ શાહ, તથા પાંજરાપોળ માંથી પધારેલ શ્રી નાગરભાઈ ગામી તથા બાબરકોટના કનુભાઈ ધાધલ સામાજિક કાર્યકર તથા કનુભાઈ ડી.ખાચર બોટાદ જિલ્લા સહ કન્વીનર SPNF. હાજર રહ્યા હતા આભાર વિધિ શાળાના આચાર્યશ્રી તુષારભાઈ શાહે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સારોલીયાએ કર્યું હતું.
અહેવાલ કનુભાઈ ડી.ખાચર