તળાજાના પાંચપીપળા ગામમા ત્રણ દિવસમાં ૫૦ બકરાના થયેલા મોત, પશુપાલકોમાં ભારે ફફડાટ
શ્વસનતંત્રના ચેપી રોગને લીધે મોત થયાઃ પશુ ડો. બલદાણીયા
તળાજા રાજ પંડ્યા દ્વારા, તળાજા પંથકમાં એક લાખથી વધુ પશુઓ હોવા છતાંય એકમાત્ર પશુ ડોક્ટરથી ગાડું ચલાવાય રહ્યું છે. તેની સામે પશુઓની ઇમરજન્સી સારવાર માટે મોબાઈલ વાન કાર્યરત છે. છતાં છેલ્લા બે ત્રણ દિવસથી બકરાનો કોઈ ભેદી રોકશાળો આવતા ૫૦ બકરાવો મોત થયાં.
પરંતુ તે મનમાનીથી ચાલતી હોવાની પશુપાલકોમા ફરિયાદ ઉઠી છે . પાંચપીપળા ગામના
માલધારીઓ તથા તળાજા માર્કેટિંગ યાર્ડના ડિરેકટર દીગુભા ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા બે ત્રણ દિવસથી માત્ર બકરામા કોઈ ભેદી રોગ આવતા ટપોટપ મરી રહ્યા છે. લક્ષણોમાં મોઢામાંથી ફીણ આવવા લાગે છે અમુક કલાકો થાય ત્યાં મરી જાય છે. આ રીતે આશરે પચાસથી વધુ બકરા મોતને ભેટયા છે.
તળાજાના ઇન્ચાર્જ પશુ ડો.બલદાણીયા એ જણાવ્યું હતું કે શ્વસન તંત્રના ચેપી રોગના કારણે આ બકરામાં રોગ વકરો છે જે અનુસંધાને તેઓએ રોગ અંગે સભાનતા રાખવા અંગે પશુપાલકોને સલાહ સૂચન આપીને પશુ ડો. બલદાણીયાએ સ્થળ પર જઈ બે બકરાઓના પોસ્ટ મોર્ટમ કરી તેઓના સેમ્પલ લઇ તપાસ માટે જિલ્લા પશુ દવાખાનામાં ચેકિંગ માટે મોકલાયા છે જે કાંઈ રોગનું સ્પષ્ટીકરણ થશે પછી તેઓની દરેક પશુઓને રસી આપશે,બાદ સારવાર શરુ કરવામાં આવશે