પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્વામીની ૧૦૦ મી જન્મ જયંતિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે
અખિલ વહીવંચા બારોટ સમાજના ભાઈઓ બહેનો પ્રમુખસ્વામી મહારાજ ના આશ્રિત થયા
વિવિધ ગામોના એકસો જેટલા ભાઈઓ, બહેનો બાળકોને વર્તમાન ધરાવી કંઠી ધારણ કરાવતા કોઠારી સ્વામી ધર્મ તિલકદાસ સ્વામી
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્વામીની ૧૦૦મી જન્મ જયંતિ શતાબ્દીમહોત્સવ નિમિત્તે અમદાવાદ શાહીબાગ બી. એ. પી.એસ. સ્વામિ નારાયણ મંદિર ખાતે આજે ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ ના સવારે ૧૦-૦૦ કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી શાહીબાગ બી.એ. પી. એસ.સ્વામિ નારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મતિલકદાસ સ્વામી સહિત ના સંતોની ઉપસ્થિતી મા અમદા વાદ ,ગાંધીનગર, બોટાદ, જામનગર , રાજકોટ સહિત વિવિધ ગામોના અખિલ વહીવંચા બારોટ સમાજના એકસો જેટલા ભાઈઓ,બહેનો અને બાળકોને શાહીબાગ બી.એ. પી.એસ. સ્વામિ નારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મતિલકદાસ સ્વામી દ્વારા વર્તમાન ધરાવી કંઠી ધારણ કરાવી આજે આપ સહુ પરિવાર સહિત પધાર્યા તે બદલ આભાર અને સ્વામી નારાયણ ભગવાન તથા પૂ.મહંતસ્વામી મહારાજ નો આપના પરિ વાર ઉપર હમેશા રાજીપો રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. આમ અખિલ વહીવંચા બારોટ સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્વામીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજ ના આશ્રિત થયા હતા. આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામ નગર નિવાસી અને હાલ અડાલજ ખાતે રહેતા રાજુ ભાઈ બારોટ (થેપલાવાળા) દ્વારા કરાયુ હતુ.