બોટાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાની જાગૃતિ માટેની શિબિર યોજાઈ
બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બોટાદ ખાતે એલ.જે.શાહ ગર્લ્સ સ્કુલ તેમજ કવિ શ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કાયદાકીય જાગૃતિ માટે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાનૂની શિબિરમાં વિવિધ કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને પોક્સો નો કાયદો તેમજ પર્યાવરણ. માનવ અધિકાર .ગ્રાહક સુરક્ષા. વિગેરેના કાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાનૂની શિબિરમાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ મેડમ પટેલ સાહેબ તેમજ વકીલ શ્રી પી.બી. રેણુકા સાહેબ તેમજ પી એલ વી ભરતભાઈ શાહ રાજેશભાઈ શાહ તથા કોર્ટના સ્ટાફ હાજર રહ્યા હતા.