કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાણપુર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી
સ્થાનિકોનાં અભિવાદનને સહર્ષ સ્વીકારતાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
રાજ્યનાં જળ સંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં નવનિયુક્ત મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજરોજ બોટાદ જિલ્લાનાં રાણપુર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે રાણપુર તાલુકાનાં સ્થાનિક આગેવાનોએ કેબિનેટ મંત્રી નું શાલ, ફુલહાર તેમજ કષ્ટભંજન દાદાની તસવીર અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. મંત્રી એ સહર્ષ સૌને આવકારી અભિવાદન ઝિલ્યું હતું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્થાનિક લોકો તેમજ બોટાદ પાણી પૂરવઠા વિભાગનાં અધિકારી પાસેથી રાણપુર તાલુકામાં પાણીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી